મોરબી : મૂળ રંગપર બેલા હાલ મોરબી નિવાસી કિરીટભાઈ નગીનદાસ દોશી (એન.દલીચંદ & સન્સ, ભાગ્યોદય પ્રોડક્ટ તથા H નગીનદાસ વાળા) (ઉ. વ. 67) તે સ્વ.નગીનદાસ દલીચંદ દોશીના પુત્ર, સ્વ. હર્ષદભાઈ, કિશોરભાઈ, સ્વ. દેવેન્દ્રભાઈ, જયેશભાઈ, પરેશભાઈ, રોહિતભાઈ તથા તરુબેન હેમંતલાલ ગાંધી (કલકતા), રીટાબેન નિલેશકુમાર ગાંધી (સુરેન્દ્રનગર)ના ભાઈ, વિરાજ તથા સ્મિતના પિતા, કૃપાલીબેન તથા પ્રિન્સીબેનના સસરા, મિસ્ટીના દાદા, મનહરલાલ ચંદુલાલ શાહ (જામનગર) ના જમાઈનું આજરોજ તારીખ 21-08-2026 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સ્વર્ગસ્થની સ્મશાન યાત્રા આજરોજ તારીખ 21-08-2026 ને શુક્રવારે બપોરે 4-30 કલાકે તેમના નિવાસ સ્થાન 'કમલા' શક્તિ પ્લોટ 10 થી નીકળી વિદ્યુત સ્મશાન લીલાપર રોડ, મોરબી જશે.