મોરબી : મોરબીમાં બોની પાર્કમાં આવેલ સોમનાથ એપાર્ટમેન્ટમાં રહેતા ડો. મીત મહેશભાઈ અગોલા હાલમાં ઇન્ટર્નશીપના ભાગરૂપે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોના વાયરસ પોઝીટીવ આવેલા દર્દીઓની નિષ્ઠાપૂર્વક સારવાર કરી રહ્યા છે. તેઓએ મોરબીની નિર્મલ સાયન્સ સ્કૂલમાંથી 12મુ ધોરણ પાસ કરેલ છે. તેમજ મેડિકલ કૉલેજમાંથી MBBS કરેલ છે. તેઓના પરિવારજનોએ અભિનંદન પાઠવ્યા છે. તથા સ્વાસ્થ્ય સુખાકારી માટે પ્રાર્થના કરેલ છે.