મોરબીઃ મોરબી નિવાસી સ્વ. ચીમનલાલ મહેતા (ઉ.વ. 94) તે મહેતા ન્યાલચંદ કાલીદાસ કોયલીવાળા (નાયડા)ના પુત્ર, સ્વ. ચંદુભાઈ, સ્વ. અનંતરાય તથા ત્રંબકભાઈના ભાઈ તેમજ સ્વ. શશીકાંત, સ્વ. બિપીનભાઈ તથા મહેશભાઈ (કોસ્મીક ક્લોક), અનિલભાઈ, અશોકભાઈ (મહેતા એડ્સ) તથા ભાનુબેન બી. ગોડા (ગોંડલ), ડો. ભારતીબેન એ. ટોલીયા (જૂનાગઢ), સ્મીતાબેન ડી. દેસાઇ (જૂનાગઢ), અલ્પાબેન જે. કારભારી (પોરબંદર) ના પિતા અને પ્રતિકભાઈ, મેઘાવી, વિધિ, ડિન્કલના દાદા તથા સ્વ. દિપચંદ ધરમશી મહેતાના જમાઇનું તા.૩૦ મે ને સોમવારના રોજ અવસાન થયું છે. જેમનું ઉઠમણું તા. ૩ જૂન ને શુક્રવારના રોજ સવારે ૯-૩૦ કલાકે પ્લોટ પૌષધશાળા, શનાળા રોડ, મોરબી ખાતે રાખેલ છે. તથા પ્રાર્થનાસભા સવારે ૧૧ થી ૧ર કલાકે દશાશ્રીમાળી જ્ઞાતિની વાડી, જુના બસ સ્ટેન્ડ સામે, બેંક ઓફ બરોડા સામે, મોરબી ખાતે રાખેલ છે.