મોરબી: ભારતીબેન લલિતભાઈ ગાંધી (ઉં.વ.75) તે સ્વ. લલિતભાઈ અમૃતલાલ ગાંધીના પત્ની, અલ્પેશભાઈ, પિયુષભાઈ તથા ડિમ્પલબેન પારેખના માતા, સ્વ.ચમનભાઈ, ભુપતભાઈ, જગદીશભાઈના ભાભી તેમજ હરિલાલ મોહનલાલ વોરા (વાંકાનેરવાળા)ના દીકરી તથા રજનીભાઈ મહેતા (રાજકોટ), વિજયભાઈ પારેખ (મોરબી)ના વેવાણ તેમજ લજાબેન, પ્રિયાબેન, હિરેનકુમારના સાસુ, દેવાંશ, વૃષ્ટિ, હિરવાના દાદી તેમજ નમિતાબેન મયુરકુમાર, અને ભાવિકના નાનીનું આજ રોજ 04/10/2025 ને શનિવાર અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. 06/10/2025 ને સોમવારના રોજ સાંજે 05:00 થી 06:00 કલાકે શ્રી મોઢવાણિયાની વાડી, ગાંધી ચોક, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. મૃતક ભારતીબેનના ચક્ષુનું દાન કરવામાં આવ્યું છે.