મોરબી: મોરબી નિવાસી અનિલાબેન શૈલેષભાઈ ચંદારાણા તેઓ સ્વ. હીરાલાલ મૂળજીભાઈ ચંદારાણાના પુત્રવધુ, શૈલેષભાઈ (રાજુભાઈ) ચંદારાણાના ધર્મપત્ની તેમજ સંજયભાઈના ભાભી અને કલ્પેશભાઈ તથા મુકેશભાઈ (જય ભવાની ટ્રેડિંગ માર્કેટયાર્ડ મોરબી) ના કાકી તેમજ ધીરજલાલ વલ્લભજી રાજવીર, મેશરીયા વાળાની પુત્રીનું તારીખ 03/01/2026 ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તથા પિયર પક્ષની સાદડી તારીખ 05/01/2026 ને સોમવારના રોજ સાંજે 04થી 05 કલાકે શ્રી જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે રાખેલ છે.