મોરબી : મોરબી જિલ્લામાં વિવિધ સામાજીક ક્ષેત્રે જુદી-જુદી સ્વેચ્છીક સંસ્થાઓ, સામાજીક સંગઠનો, એન.જી.ઓ. યુવક મંડળો કાર્યરત છે. જેઓ પોતાની રીતે વિવિધ ક્ષેત્રોમાં સામાજીક પવૃતિ કરે છે. મોરબી જિલ્લામાં કાર્યરત આ સંસ્થાઓ/એન.જી.ઓ.ની એક સંયુક્ત યાદી તૈયાર કરવામાં આવે તો મોરબી જિલ્લામાં વિવિધ સામાજીક પ્રવૃત્તિઓને વધુ વેગવાન બનાવી શકાય. જેથી, આ બાબતે મોરબી જિલ્લામાં કાર્યરત તમામ સ્વેચ્છીક સંસ્થાઓ, સામાજીક સંગઠનો, એન.જી.ઓ. યુવક મંડળોને તેઓના કાર્યક્ષેત્ર અને સંપર્કની અદ્યતન માહિતી મામલતદાર કચેરી/ કલેકટર કચેરી ખાતે મોકલી આપવા નિવાસી અધિક કલેકટર કેતન જોષી દ્વારા જણાવેલ છે.