મોરબી : મોરબી જિલ્લાના ગામોમાં ચાલતી શાળાઓમાં મધ્યાહન ભોજનના સમયમાં ફેરફાર ઉપરાંત શાળાઓને ઓનલાઈન આપવામાં આવેલું મેનુ બ્લેન્ક રાખવા માટે કલેક્ટરને મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા રજુઆત કરવામાં આવી છે. મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષક સંઘ સંઘ દ્વારા મોરબીની શાળાઓમાં મધ્યાહન ભોજનના સમયમાં ફેરફાર કરવા માટે તથા ઓનલાઇન આવેલા મેનુને બ્લેન્ક રાખવા માટે કલેક્ટરને રજુઆત કરવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન બપોરે 13.50 આપવા આવે છે. વિદ્યાર્થીઓ શાળાએ સવારે 11.00 વાગ્યા સુધીમાં આવતા હોય, ઘરેથી 10.00 વાગ્યે નીકળી જતા હોય છે એટલે બાળકો 9.50 ની આસપાસ ઘરે જમી લેતા હોય છે અને શાળામાં છેક ચાર કલાક બાદ ભોજન મળતું હોય છે. જેના લીધે બાળકો ભૂખ્યા થઈ જતા હોય છે પરિણામે 12.30 વાગ્યે વિદ્યાર્થીઓ ઘરેથી લાવેલો અથવા બજારમાંથી લીધેલો નાસ્તો ગ્રહણ કરતા હોય. જે નાસ્તો નથી લાવી શકતા કે નથી ખરીદી શકતા એવા ગરીબ બાળકો 13.50 વાગ્યા સુધી ભૂખથી તડપતા હોય છે. વળી, નાસ્તો 4.00 વાગ્યે આપવાનો થતો હોય ભોજન અને નાસ્તા વચ્ચે માત્ર બે કલાકનો જ ગાળો રહે છે. જો 12.30 વાગ્યે એમ.ડી.એમ.આપવામાં આવે અને 4.00 વાગ્યેના નાસ્તા વચ્ચેની ગાળો યોગ્ય રહેશે, માટે મધ્યાહન ભોજનનો સમય 12.30 કરવામાં આવે એ અત્યંત જરૂરી છે. આ ઉપરાંત દરરોજ ઓનલાઇન મધ્યાહન ભોજનની એન્ટ્રી કરવાની હોય છે. જેમાં દરરોજનું બ્રેક ફાસ્ટ મેનુ અને લન્ચ મેનુ લખેલું આવે છે એમાં શાળા કંઈ પણ ફેરફાર કરી શકતી નથી. દા.ત. લન્ચ મેનુ લખેલું આવે છે થેપલા- ભાજી, બ્રેક ફાસ્ટ મેનુ લખેલું આવે છે ચણા ચાટ, હકીકતમાં સંચાલક દ્વારા આપેલા હોય છે માત્ર વઘારેલા ભાત, પણ આચાર્ય ઓનલાઈન મેનુ ફેરફાર કરી શકતા ન હોય ઓનલાઈન તો થેપલા ભાજી જ સબમીટ થાય છે. ઘણી શાળાઓમાં બ્રેક ફાસ્ટ તો આપવામાં જ નથી આવતો એવી ફરિયાદો પણ છે, આમ છતાં ઓનલાઈન મેનુ જ સબમીટ થાય છે. આવી બધી સમસ્યાઓ હોય શિક્ષકો ખુબજ મુશ્કેલી અનુભવતા હોય, ઓનલાઈન મેનુ બ્લેન્ક રાખવામાં આવે જેથી વાસ્તવિક જે મેનુ આપ્યું હોય એજ લખી શકાય. આ બાબતે પ્રાથમિક શિક્ષક સંઘના જુના તથા નવા હોદ્દેદારો દ્વારા જિલ્લા કલેક્ટરને અરજી પાઠવવામાં આવી હતી. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne