મોરબી : ગત તા. ૭ જાન્યુઆરી, ગુરૂવારના રોજ ભારતીય કિશાન સંઘ-મોરબી દ્વારા ખેડુતોના પડતર પશ્નોના નિવારણ માટે અધિક કલેક્ટર સાથે રૂબરુ મીટીંગ ગોઠવીને ખેડુતોના પશ્નોનોના નિરાકરણ માટે મુદાઓની રજૂઆત કરવામાં આવેલ છે. • તળાવો અને ચેકડેમ રિપેરિંગ કરવા. • ખેડુતોના છેલ્લા ચાર વર્ષના વિમા પશ્ર્ન . • શિયાળુ પાકની ટેકાના ભાવની સમયસર ખરીદી • ભુંડ અને રોજના જંગલમા સ્થળાંતર કરવા. • I-KHEDUT પોર્ટલમા જે લાભર્થીઓને એક વાર અરજી થઈ ગયેલ હોય અને જેને લાભ ના મળ્યો હોય તેવા બીજા રાઉંડમા અગ્રેસરતા આપવી • ટંકારામા મામલતદાર કચેરીમા આધારકાર્ડની કામગીરી કાયમી ચાલુ કરવા • જે ખેડુતોને જમીનમાથી લોકલ સિંચાઈ યોજના પસાર થતી હોય તેમાથીજ નર્મદાની સિંચાય યોજના પસાર થાય તો એકજ ખેડુતને વધુ નુક્શાન થાય છે માટે આવુ ન થાય અથવા લોકલ સિંચાય યોજના અને નર્મદા સિંચાય યોજના લિંક થઈ જાય તો ફાયદો થાય. • જે અન્ડરગ્રાઉંડ સિંચાય યોજના છે જેને ઉપર માટીના ઢગલા છે તે દુર કરવામા આવે તો ખેડુત જમીન ખેડી શકે. • માળીયા તાલુકામા માઇનોર કેનાલોના કામ બાકી છે તે સતવારે પુરા કરવામા આવે. • ફેંસિંગવાળમા જે સિમેન્ટના પોલ માન્ય છે તેમા ઉમેરો કરીને ગેલ્વેનઇઝના પોલને માન્યતા.