મોરબી : ભારતની જનગણના-2027 અન્વયે આગામી 19 એપ્રિલથી વસ્તીગણતરીનો પ્રથમ તબક્કો શરૂ થવા જઈ રહ્યો છે. આ કામગીરી માટે જ્યારે ગણતરીદારોના હુકમ કરવામાં આવે ત્યારે શિક્ષકોની વ્યાજબી માંગણીઓ ધ્યાને લેવા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા મ્યુનિસિપલ કમિશનર તથા મોરબી અને હળવદ મામલતદારને લેખિત રજૂઆત કરવામાં આવી છે.મુખ્ય માંગણીઓ: • BLOને મુક્તિ: મતદારયાદી સુધારણા (SIR) ની કામગીરી કરનાર BLO અને સહાયકોને વસ્તીગણતરીની ફરજમાં ન લેવા અપીલ કરાઈ છે. • સ્વાસ્થ્યના કારણો: મોટી ઉંમરના અથવા શારીરિક અને તબીબી તકલીફ ધરાવતા શિક્ષક ભાઈ-બહેનોને આ કામગીરીમાંથી બાકાત રાખવા માંગ કરી છે. • સપ્રમાણ ફાળવણી: વસ્તીગણતરી માટે માત્ર શિક્ષણ વિભાગ નહીં, પરંતુ તમામ સરકારી ખાતાના કર્મચારીઓને સપ્રમાણ લેવામાં આવે. • વિસ્તાર: ગણતરીદારોને તેમના ફરજના સ્થળ અથવા રહેઠાણનો વિસ્તાર ફાળવવામાં આવે જેથી કામગીરીમાં સુગમતા રહે. • મહિલા કર્મચારીઓની સુરક્ષા: જો મહિલા શિક્ષકોની નિમણૂક કરવામાં આવે, તો તેમને સંવેદનશીલ વિસ્તારોની ફાળવણી ન કરવા રજૂઆત કરાઈ છે. • આકસ્મિક સંજોગો: જે શિક્ષકોએ અગાઉથી મુસાફરીની ટિકિટ બુક કરાવી હોય કે કોઈ વ્યાજબી આકસ્મિક કારણ હોય, તો તેમના હુકમમાં ફેરફાર કરી આપવા માંગણી કરાઈ છે.શૈક્ષિક મહાસંઘે તમામ ચાર્જ અધિકારીઓને આ તમામ બાબતો ગ્રાહ્ય રાખીને હુકમો રજૂઆત કરી છે.#Morbi #Education #Census2027 #TeachersUnion #MorbiUpdate #Administration #PublicNews #