માળીયા (મી.)માં જાહેરનામા ભંગ બદલ ત્રણ વાહનો ડિટેઇન મોરબી : મોરબીમાં લોકડાઉન હોવાથી જાહેર સ્થળોએ એકઠા થવાની કે ટોળે વળીને બેસવાની સખત મનાઈ છે. આમ છતાં મોરબીના બે વિસ્તારોમાં જાહેરમાં ટોળે વળીને બેઠેલા 13 વ્યક્તિઓ સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો હતો. તેમજ માળીયામાં જાહેરનામા ભંગ બદલ ત્રણ વાહનો ડિટેઇન કરાયા હોવાનું જાણવા મળે છે. મોરબીમાં પોલીસે લોકડાઉનનો કડક અમલ કરીને સઘન ચેકિંગ દરમિયાન રાજનગર વિસ્તારમાં જાહેરમાં ટોળે વળીને બેઠેલા જયસુખ ઠાકરશી થોરિયા, ધવલ મોહન માકાસણાં, ભરત છગન મોરડીયા, વિનોદ જીવરાજ ગોધાણી, નટુ રામજી સંઘાણી અને સામાકાંઠે વિધુતનગરના ઢાળીયા પાસે આવેલ મફતિયાપરામાં ટોળે વળીને બેઠેલા દિનેશ ચમન અદગમા, ચના મનુ બગથરા, રણજીત દેવશી સુરેલા, જગા કનું વાઘેલા, દિપક સોમા પુરાબીયા, હનીફ રસુલ અજમેરી, મનસુખ વજુ વડોદરોયા સામે કોરોનાના જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત, લોકડાઉન દરમ્યાન વાહનોની અવરજવર ઉપર મનાઈ હોવા છતાં માળીયા (મી.)માં વાહન લઈને નીકળેલા ત્રણ વાહન ચાલકોના પોલીસે વાહનો ડિટેઇન કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/