મોરબી : મહારાજા લખધીરજી ટ્રસ્ટ સંચાલિત રફાળેશ્વર મહાદેવ મંદિરમાં થતા તમામ ધાર્મિક કાર્ય તા. 1 ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવેલ છે. મંદિર પાસે આવેલ ધર્મશાળાનું મકાન ધાર્મિક કાર્ય માટે તેમજ લગ્ન પ્રસંગે ભાડેથી આપવા એડવાન્સ બુકીંગ ચાર્જ ટ્રસ્ટનાં નિયમ મુજબ ટ્રસ્ટનાં કર્મચારી સ્વીકારે છે તથા તેની પહોંચ આપવામાં આવે છે. જે એડવાન્સ બુકીંગ રફાળેશ્વર મહાદેવ મંદિર ઓફીસમાં થઇ શકશે. જેની સર્વે ભાવિકોઓને મંદિરની યાદીમાં જાણ કરવામાં આવે છે.