મોરબી : મોરબી જિલ્લાના હળવદ અને માળીયાના પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવતા અને ૨૦૧૭ની બેંચનાં આઈ.એ.એસ. ઓફિસરશ્રી ગંગા સિંઘ સાહેબે સિવિલ સર્વિસીસની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ઉપયોગી પુસ્તક લખ્યું છે.જેમાં આજના યુવા અને સિવિલ સર્વિસીસની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો માટે ખુબજ ઉપયોગી 'નિબંધ' નામના પુસ્તકનું ખુબજ ઉપયોગી છે.આ પુસ્તકથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનોને સિવિલ સર્વિસીસની પરીક્ષામાં ખૂબ જ મદદરૂપ બને તેમ છે.ત્યારે સિવિલ સર્વિસીસની પરીક્ષાની તૈયારી કરતા વિધાર્થીઓને આ પુસ્તકનો લાભ મળે તેવા હેતુસર મોરબીમાં આજે આઈ.એ.એસ. ઓફિસરશ્રી ગંગા સિંઘ સાહેબ દ્વારા લિખિત પુસ્તક નિબંધનું વિમોચન મોરબી કલેક્ટરશ્રી જે.બી.પટેલ દ્વારા કરવામાં આવ્યું. હતું.આ તકે અધિક કલેકટર કેતન જોશી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં અને સિવિલ સર્વિસીસ પરીક્ષાની તૈયારી કરતા વિધાર્થીઓને પરીક્ષાની તૈયારી માટે આ પુસ્તક ખૂબ જ ઉપયોગી રહેશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.