આર જે રવિ બરાસરા સાથે જીવદયાની પ્રવૃત્તિ વિશે સંવાદ કરશે મોરબી : મોરબી રેડિયો પર આજે રાત્રે જીવદયા પ્રેમી યુવાન વિશ્વ પટેલ મહેમાન બનશે. આ યુવાન સાથે આર.જે.રવિ બરાસરા તેની જીવદયા પ્રવૃત્તિ અંગે સીધો સંવાદ કરશે ત્યારે યુવનની જીવદયા પ્રવૃત્તિ વિશે રસપ્રદ વાતો સાંભળવા મળશે. મોરબી અપડેટ દ્વારા શરૂ કરાયેલ મોરબીનો પોતાના રેડિયો પર આવો વ્હાલા મહેમાનો કાર્યક્રમ હેઠળ દરરોજ રાત્રીના 9 થી10 જુદાજુદા ક્ષેત્રે યોગદાન આપનાર પ્રતિભાને બોલાવીને તેની સાથે સીધો સંવાદ કરવામાં આવે છે.ત્યારે આજે મોરબી રેડીયોમાં જીવદયા પ્રેમી યુવાન વિશ્વ પટેલ મહેમાન બનશે અને તેની સાથે આર.જે રવિ સીધો સંવાદ કરશે.જોકે આ યુવાનને નાની ઉંમરે જ અબોલજીવોની સેવા માટે મોટું કામ કર્યું છે. આ યુવાને જીવદયા ગ્રુપ બનાવ્યું છે.તેના માધ્યમથી પક્ષીઓ અને શ્વાન જેવા પ્રાણીની સાળસંભાળ કરે છે.જોકે આજે પામેરિયન ડોગની ઘેલછા વચ્ચે શેરીમાં રખડતા શ્વાનની ઘોર ઉપેક્ષા કરવામાં આવી રહી છે.ત્યારે આ યુવાન અને તેનું ગ્રુપ શેરીમાં રખડતા આવા શ્વાનો પ્રત્યે ભારે કરુણા દાખવીને તેમની સેવાચકરી કરે છે.જોકે આજના યુવાનો પોતાનામાં અને મોજશોખમાં રચ્યાપચ્યા રહે છે.ત્યારે આ યુવાનની આ સેવભાવના પ્રેરણાદાયી છે.આ યુવાન સાથેના વાર્તાલાપમાં તેના વિશે ઘણું જાણવા શીખવા મળશે ત્યારે આજે રાત્રે રેડિયો સાંભળવાનું ચૂકતા નહિ.