મોરબી : મોરબી જીલ્લાના મોટાભાગના વિસ્તારોના આજે દશેરાના પર્વે વરસાદી વાતાવરણ રહ્યું છે. મોરબીમાં બપોરથી મેઘરાજાએ સટાસટી બોલાવી હતી. બપોરે 2થી 4 દરમિયાન એક ઇંચ, ત્યારબાદ સાંજે 4 થી 6 દરમિયાન અડધો ઇંચ અને સાંજે 6થી 8 દરમિયાન વધુ અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. આમ બપોરથી લઈ રાત્રે 8 વાગ્યા સુધીમાં બે ઇંચ વરસાદ પડ્યો હોવાનું સરકારી ચોપડે નોંધાયું છે. સાંજે 6થી 8નો વરસાદમોરબી - 13 mmમાળિયા મી. - 6 mmઆજે રાત્રે 8 સુધીનો વરસાદમોરબી - 47 mmવાંકાનેર - 13 mmહળવદ - 09 mmટંકારા - 04 mmમાળીયા મી.- 14 mm