રવાપર રોડ ઉપર વહેલી સવારે બે ચાર જણને હડફેટ લેતા લોકોએ મેથીપાક આપ્યો મોરબી : મોરબીના રવાપર રોડ ઉપર આજે વહેલી સવારે નેપાળી ચોકીદાર ગાડી સાફ કરવાને બદલે રસ્તા ઉપર ચક્કર મારવા નીકળી જતા સ્ટેરિંગ ઉપર નિયંત્રણ ગુમાવતા રાહદારીઓને હડફેટ લઈ રીક્ષાને ઝપટે ચડાવતા લોકોએ બરાબરનો મેથીપાક આપતા સિવિલ હોસ્પિટલે ખસેડવો પડ્યો હતો. જાણવા મળ્યા મુજબ મોરબીના રવાપર રોડ ઉપર પટેલ પાન સામે ગાડી ગાંડી થતા બે ચાર રાહદારીઓ અંટાયા હતા ને એક રીક્ષા પણ ઝપટે ચડી ગઈ હતી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ સવારમાં એક બિલ્ડીંગનો ચોકીદાર ગાડી આવડતી ન હોવા છતાં ગાડી સાફસુફ કરવાને બદલે રસ્તા પર નીકળી પડતા આ ઘટના સર્જાઈ હતી. જો કે, ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા રવાપર રોડ ઉપર એકત્રિત થઈ ગયા હતા અને ભાન ભૂલેલા ચોકીદારને બરાબરનો મેથીપાક આપતા ચોકીદારને સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવો પડ્યો હતો. [gallery ids='37549,37550,37551']