થોડા સમય માટે પાલિકા કચરાનું કલેક્શન કરશે, બાદમાં ગ્રામપંચાયત ઘરે ઘરેથી કચરો ઉપાડવાની વ્યવસ્થા ઉભી કરશે મોરબી : રવાપર રોડની સોસાયટી વિસ્તારમાં કચરો કલેકશન થતો ન હોવાની રાવ ઉઠી હતી. મોરબી પાલિકા અને રવાપર ગ્રામપંચાયત બન્ને એકબીજાને ખો આપી રહ્યા હતા. અંતે કચરા ક્લેકશનના પ્રશ્નનું નિરાકરણ આવ્યું છે. હાલ થોડા સમય માટે પાલિકા આ વિસ્તારમાંથી કચરાનું કલેકશન કરશે બાદમા ગ્રામપંચાયત ઘરે ઘરેથી કચરો ઉપાડવાની વ્યવસ્થા કરશે. રવાપર રોડની સોસાયટી વિસ્તારમાં કચરા માટેનો પ્રશ્ન નગરપાલિકા તથા રવાપર પંચાયત ની હદના પ્રશ્ને છેલ્લા થોડા સમયથી ગંભીર થઈ ગયો હતો તેના ઉકેલ માટે સિરામિક એસોસિયેશનના પ્રમુખ નિલેશભાઈ અંગત રસ લઈને ઉકેલ માટે શક્ય તમામ પ્રયત્ન કરતા હતા તો રવાપર રોડ પરની જાગૃત મહિલા ગ્રૂપ ની બહેનો પણ આ બાબતે પૂરી પ્રયત્નશીલ હતી આજે સાંજે સિરામિક એસોિયેશનના પ્રમુખ નિલેશભાઈ તથા સતીશભાઈ એ આ બાબતે નગર પાલિકાના ચીફ ઓફિસર ને રજૂઆત કરતા તેઓએ બનતી મદદ ની ખાત્રી આપેલ હતી. ત્યારબાદ તુરંત નગરપાલિકા ના પ્રમુખ કેતનભાઈ સિરામિકના પ્રમુખ નિલેશભાઈ રવાપર સરપંચના પતિસંજયભાઈ જાગૃત મહિલા ગ્રૂપ વતી તેમના પ્રતિનિધિ તરીકે સતીશભાઈ દ્વારા પટેલ મેડિકલમા તાત્કાલિક મીટિંગ નુ આયોજન કરેલ તે મિટિંગમાં નક્કી થયા મુજબ રવાપર પંચાયત ઘેર ઘેર થી કચરો ઉપાડવાની વ્યવસ્થા ટુંક સમયમાં કરશે આ વ્યવસ્થા ન થાય ત્યા સુધી નગર પાલિકા કચરો ઉપાડવાની વ્યવસ્થા તાત્કાલિક કરી આપશે. આ માટે જે સોસાયટી ના લોકો ને કચરાના પ્રશ્ને તકલીફ પડતી હોય તે લોકોએ આજે શુક્રવારના રોજ સાંજે ૬ વાગ્યા સુધીમાં નિલેશભાઈ જેતપરિયા ના વોટસએપ નંબર ૯૮૨૫૨૧૨૭૯૯ અથવા સતીશભાઈ ના વોટસએપ નંબર ૯૮૭૯૮૨૪૧૬૯ને સોસાયટી નુ નામ લખીને મોકલી આપવું ૬ વાગ્યા બાદ આવેલ મેસેજ ધ્યાન પર લેવામાં આવશે નહિ. આ પ્રશ્ન નો ઉકેલ લાવવા માટે જાગૃત મહિલા ગ્રૂપની તમામ બહેનો ચીફ ઓફિસર સરૈયા, નગર પાલિકાના પ્રમુખ કેતનભાઈ, સિરામિક એસોિયેશનના પ્રમુખ નિલેશભાઈ તથા રવાપરના સરપંચ રમાબેનનો આભાર વ્યક્ત કર્યો હતો.