મોરબી : કોરોના વાયરસની વૈશ્વિક મહામારી વચ્ચે દેશભરમાં ત્રીજીવખત લોકડાઉન ચાલી રહ્યું છે. અનેક સેવાભાવી લોકો દ્વારા હજુ પણ સેવાયજ્ઞ ચાલુ છે. ત્યારે મનોજભાઈ પ્રજાપતિ અને દિનેશભાઇ પ્રજાપતિ દ્વારા જ્યુબિલી ટાઇલ્સના કારખાનામાં કામ કરતા શ્રમિકોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આમ, મનોજભાઈ અને દિનેશભાઇ શ્રમિકો માટે મદદગાર બન્યા હતા.