મોરબી : મોરબી રાષ્ટ્રીય સેવા મંડળ સંચાલિત સાર્વજનિક કુમાર છાત્રાલય મોરબી માટે 20-25 વિદ્યાર્થી સાથે જવાબદારીપૂર્વક સેવા અને વાત્સલ્ય ભાવ સાથે નીતિનિયમોનું પાલન કરાવી શકે એવા ગૃહપતિની જરૂર છે. ગાંધી વિચારને વરેલી અને સ્વ. ગોકળબાપા પરમાર દ્વારા સ્થાપિત આ સંસ્થા માસિક રૂ 11000/- વેતન સાથે નોકરીમાંથી વય નિવૃત યોગ્ય ઉમેદવારને રહેવા જમવાની વ્યવસ્થા સાથે પ્રથમ પસંદગી આપશે. અન્ય ગ્રેજ્યુએટ અને આર્થિક જરૂરિયાત વાળા યોગ્ય ઉમેદવાર પણ અરજી કરી શકશે. સંસ્થામાં 24 કલાક રહી શકે એવા ઉમેદવારને અગ્રીમતા આપવામાં આવશે. રસ ધરાવતા ઉમેદવારે સંસ્થાના કાર્યાલય, વીસી પરા મેઈન રોડ, મોરબી ખાતે તારીખ .29-03-2023ને બુધવારે સવારે 10 થી 12 વચ્ચે રૂબરૂ સંપર્ક કરવા જણાવાયું છે. આ વિશે વધુ માહિતી માટે મો.નં. 9374804991 પર ઘનશ્યામભાઈ ડાંગરનો ફોન સંપર્ક કરવા જણાવાયું છે.