જાહેર સ્થળોની સાફ સફાઇ, ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનના પરિણામે રેન્કિંગ સુધર્યું જાહેર સ્થળોની સાફ સફાઇ, ડોર ટુ ડોર કામગીરીને કારણે રેન્કમાં અગ્રેસર : રાજકોટ ઝોનની નગરપાલિકાઓમાં મોરબી પ્રથમ નંબરે મોરબી : સ્વચ્છતા સર્વેક્ષણ 2021માં મોરબી નગર પાલિકાએ પર્ફોમન્સ સુધારી સમગ્ર રાજ્યમાં ચોથા ક્રમે અને દેશમાં 85મો ક્રમ મેળવ્યો છે. જો કે શહેરમાં હજુપણ ઉભરાતી ગટર અને ઠેર - ઠેર ગંદકી હોય કાગળ ઉપર મેળવાતો ક્રમ ખરાઅર્થમાં જમીની હકીકત બને તેવું લોકો ઈચ્છી રહ્યા છે કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરવામાં આવતા સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત વર્ષ 2021ના પરિમાણો જાહેર થયા છે જેમાં આ વર્ષે મોરબી પાલિકાએ રાજ્યમાં ચોથો ક્રમ મેળવ્યો છે અને દેશમાં 85મો ક્રમ મેળવ્યો છે. રાજકોટ ઝોન હેઠળ આવતી 30 નગરપાલિકામાં મોરબી પાલિકાએ પ્રથમ ક્રમ મેળવ્યો છે. ઘન કચરાનો નિકાલ, ડોર ટુ ડોર ગારબેજ કલેક્શન, ડંમ્પિગ સાઇટ ઉપર કચરાનો નિકાલ, ઓડીએફ સહિતની કામગીરીને ધ્યાને લઇ આપવામાં આવતા માર્કસના આધારે સ્વચ્છતા સર્વેક્ષણનું સ્કોરિંગ થતું હોય છે જેમાં મોરબી પાલિકાએ 3450 સ્કોર મેળવ્યા છે. દરમિયાન મોરબી પાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયાએ સ્વચ્છતા સર્વેક્ષણમાં મોરબીનો રેન્ક સુધારવા માટે લોકોની ફરિયાદોનો ત્વરિત નિકાલ, વોર્ડ વાઇઝ સફાઈ ઝુંબેશ, ન્યુસન્સ પોઇન્ટને ઓળખી સઘન સફાઈ સહિતના પરિબળોને આભારી ગણાવી હાલમાં દૈનિક 100 ટન કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવતો હોવાનું જણાવ્યું હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..