અમાન્ય યુનિવર્સિટીમાંથી કરેલા સેનેટરી ઇન્સ્પેકટરના તાલીમ કોર્સને હાઇકોર્ટે ગેરલાયક ઠેરવતા જિલ્લા પંચાયત દ્વારા કાર્યવાહી મોરબી : મોરબી જિલ્લા પંચાયત હેઠળના અમાન્ય પ્રમાણપત્ર ધરાવતા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરને છુટા કરી દેવાનો આદેશ આપ્યો છે. અમાન્ય યુનિવર્સિટીમાંથી કરેલા સેનેટરી ઇન્સ્પેકટરના કોર્સને હાઇકોર્ટે ગેરલાયક ઠેરવ્યો હોવાથી હવે તાજેતરમાં નિયુક્ત થયેલા આ કર્મચારીની નિમણૂક રદ કરી દેવામાં આવશે. આરોગ્ય શાખાના મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની નિમણુકનો મામલો હાઇકોર્ટ સુધી પહોંચતા હાઇકોર્ટે અમાન્ય યુનિવર્સિટીમાંથી કરેલો સેનેટરી ઇન્સ્પેકટરનો તાલીમ કોર્સ ગેરલાયક ઠેરવીને આવા કર્મચારીઓની નિમણૂક રદ કરવાનો આદેશ આપ્યો છે. જેના પગલે રંગપર ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવતા હિતેશ ગાબુની નિમણૂક જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા રદ કરી દેવામાં આવી છે.