મોરબી : મોરબીના મહેન્દ્રનગરમાં આવેલ રામધન આશ્રમ ખાતે ભાદરવી અગિયારસ નિમિતે રામદેવપીર મહારાજનો નેજા ઉત્સવ મહંત ભાવેશ્વરી બેન ના સાનિધ્ય માં ઉજવવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ભાવિકોએ જોડાઈને ધર્મલાભ લીધો હતો. નેજા ઉત્સવમાં સવારે ધૂન અને પ્રસાદ, બપોર બાદ ભજન ,રાસ ગરબા, મહાઆરતી ત્યારબાદ રાત્રે પાટ, ભજન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમોમાં હજારોની સંખ્યામાં ભાવિકોએ ઉપસ્થિત રહીને ધન્યતા અનુભવી હતી. કાર્યક્રમ ને સફળ બનાવવા માં મુકેશ સહીત ના રામધન આશ્રમ ના સેવકો એ ભારે જહેમત ઉઠાવી હતી [gallery size='medium' td_select_gallery_slide='slide' ids='32730,32729']