મોરબી : મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલા રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીબેનનો આજે જન્મદિવસ છે. રામધન આશ્રમ દ્વારા મહંત ભાવેશ્વરીબેનના આશીર્વાદ અને માર્ગદર્શન હેઠળ ધાર્મિકની સાથે અનેક સેવાકીય પ્રવૃતિઓ પણ કરવામાં આવે છે. મહંત ભાવેશ્વરીબેનના જન્મદિવસની ઉજવણી અંતર્ગત આજે અનેકવિધ સેવાકાર્યો કરવામાં આવશે. મહંત ભાવેશ્વરીબેન દ્વારા રામધન આશ્રમમાં ધાર્મિક સાથે સામાજિક પ્રવૃતિઓ પણ કરરવામાં આવી રહી છે જેમાં કથાના માધ્યમથી સર્વજ્ઞાતિ સમૂહલગ્ન, સમૂહ રાંદલ તેમજ અન્નક્ષેત્ર અને ગૌશાળા તેમજ વૃક્ષારોપણ જેવી પ્રવૃતિઓ કરવામાં આવતી હોય છે. આજે તેમના જન્મદિવસ પ્રસંગે ૫૭ દીવડા પ્રગટાવી, યજ્ઞ કાર્ય કરીને તેમજ સામાજિક પ્રવૃતિઓ દ્વારા જન્મદિવસ ઉજવવામાં આવશે મહંત ભાવેશ્વરીબેનના જન્મદિવસ નિમિત્તે રામધન આશ્રમના સેવક મુકેશ ભગત સહિતના ભક્તો દ્વારા વિષેશ કાર્યક્રમોના આયોજન માટે જહેમત ઉઠાવી છે.