મોરબી : રામાનંદીય સાધુ જ્ઞાતિ ટ્રસ્ટ, મોરબી દ્વારા મોરબી અને માળિયા (મિયાણા) વિસ્તારના રામાનંદી સાધુ સમાજના સભાસદોની આગામી સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સામાન્ય સભા આગામી તારીખ ૦૫/૦૪/૨૦૨૬ ને રવિવારના રોજ સવારે ૯:૦૦ કલાકે રામાનંદ ભવન, રામઘાટ, મોરબી ખાતે રાખવામાં આવી છે. આ સભાનો મુખ્ય એજન્ડા નવા ટ્રસ્ટની ચૂંટણી અંગેનો છે. આથી તમામ રામાનંદી સાધુ સમાજના સભાસદોને સભામાં હાજર રહેવા વિનંતી કરવામાં આવી છે.આ ઉપરાંત, એક ખાસ નોંધમાં જણાવ્યા મુજબ તારીખ ૧૫/૦૩/૨૦૨૬ ના રોજ સાંજે સમાજના જરૂરી મુદ્દાઓની ચર્ચા માટે પણ એક અલગ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ મીટીંગ રામાનંદી સાધુ સમાજ વાડી, મોરબી ખાતે યોજાશે. જેથી સમાજના દરેક ભાઈ-બહેનોને આ મીટીંગમાં પણ અચૂક હાજર રહેવા મંત્રી રમાવત હિતેશ બાવલાજી દ્વારા નમ્ર અપીલ કરવામાં આવી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #RamanandiSadhuSamaj #SamajMeeting