મોરબી : રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર-મોરબી જિલ્લા દ્વારા ઉત્તરાયણના દિવસે રામ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં શ્રીરામ ભગવાનની જન્મભૂમિ અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું કાર્ય કરવામાં આવ્યું છે. જેના ઉપલક્ષમાં રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર-મોરબી જિલ્લા દ્વારા આગામી તા. 14 જાન્યુઆરીના રોજ મકરસંક્રાંતિના દિવસે રામ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બપોરે 4 કલાકે મહાયજ્ઞનો પ્રારંભ થઇ સાંજે 6 કલાકે પુર્ણાહુતી થશે. મોરબીમાં ઉમિયા આશ્રમ, સત્યનારાયણ ગૌશાળા, શનાળા બાયપાસ પાસે, મોરબી ખાતે મહાયજ્ઞ યોજાશે. મહાયજ્ઞનો લાભ લેવા મહંત નિરંજનદાસજીએ ભક્તોને અનુરોધ કર્યો છે.