ભાગવત સપ્તાહ દરમિયાન શ્રી રામ વિવાહના પ્રસંગે બહોળી સંખ્યામાં ભાવિકો જોડાયા મોરબી : મોરબીની ચિચા કંદોઈ શેરીમાં ભાગવત સપ્તાહ ચાલી રહી છે. જેમાં ભગવાન શ્રી રામના વિવાહ પ્રસંગની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. વિવાહ પ્રસંગે બહોળી સંખ્યામાં ભાવિકોએ જોડાઈને ધર્મ લાભ લીધો હતો. મોરબીની ચિચાકંદોઈ શેરીમાં ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જાણીતા કથાકાર પ્રકાશભાઈ રાવલ પોતાની આગવી શૈલીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે. દરરોજ વિશાળ સંખ્યામાં ભાવિકો અહીં કથા શ્રવણ અર્થે આવે છે. કથા દરમિયાન ભગવાન શ્રીરામનો વિવાહ પ્રસંગ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. કુબેરનાથ શેરીમાંથી વાજતે ગાજતે ભગવાન શ્રી રામની જાન ચિચાકંદોઈ શેરીમાં આવી હતી. ભગવાન શ્રી રામના વિવાહ પ્રસંગમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા.