મોરબી : મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ગુર્જર પ્રજાપતિ સમાજ અને પ્રજાપતિ યુવા સંગઠન દ્વારા આજે રક્તદાન કેમ્પ યોજાયો હતો. જેમાં ૨૭ બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. જરૂરિયાતમંદ દર્દીઓના લાભાર્થે ગુર્જર પ્રજાપતિ સમાજ અને પ્રજાપતિ યુવા સંગઠનના ઉપક્રમે આજરોજ મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. જેમાં ૨૭ લોકોએ ઉત્સાહ ભેર રક્તદાન કર્યું હતું. રક્તદાન કેમ્પમાં એકત્ર થયેલી રક્તની ૨૭ બોટલ જરૂરિયાતમંદ દર્દીઓની સારવાર દરમિયાન ઉપયોગમાં લેવામાં આવશે.