મચ્છુ-૨ ડેમની ઓપન કેનાલને પાઈપલાઈનમાં કન્વર્ટ કરવાની પણ વિહિપ અગ્રણીએ મુખ્યમંત્રીને રજુઆત કરી મોરબી : મોરબીમાં મચ્છુ ૨ ડેમની ઓપન કેનાલને પાઇપ લાઈનમાં કન્વર્ટ કરવા તેમજ જુના બસસ્ટેન્ડનું બાંધકામ વહેલી તકે પૂર્ણ કરવા માટે વિશ્વ હિન્દૂ પરિષદના અગ્રણીએ મુખ્યમંત્રીને રજુઆત કરી હતી. મોરબીના વિહિપ અગ્રણી હસમુખભાઈ ગઢવીએ મુખ્યમંત્રીને રજુઆત કરીને જણાવ્યું કે મોરબીમાં આવેલી મચ્છુ ૨ ડેમથી નાની વાવડી ગામ સુધીની કેનાલને પાઈપલાઈનમાં રૂપાંતરિત કરવી જરૂરી છે. આ પાઇપલાઇનમાં કેનાલને કન્વર્ટ કરી ભૂગર્ભ જમીનમાં નાખી અને તે જગ્યાએ રોડ બનાવવો જોઈએ. મોરબી શહેર અત્યારે ટ્રાફિક સમસ્યાથી ત્રસ્ત છે જેના નિવારણ માટે કેનાલને પાઇપલાઇનમાં કન્વર્ટ કરી તે જગ્યાનો રોડ તરીકે ઉપયોગ થઈ શકે તેમ છે જેથી શહેરના ટ્રાફિક અને અકસ્માતમાં મહદ્અંશે રાહત મળશે. ઉપરાંત તેઓએ જણાવ્યું કે મોરબી શહેરની મધ્યમાં આવેલા અને ખૂબ જ ટ્રાફીક ધરાવતા જુના બસ સ્ટેન્ડનું બાંધકામ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે બાંધકામના કારણે મુસાફરોને ખુલ્લામાં ઉભુ રહેવું પડે છે ત્યારે જુના બસસ્ટેન્ડનું કામ વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તેવી માંગ છે.