મોરબી : મોરબી રાજપૂત સમાજની સાધારણ સભા યોજવામાં આવી હતી. સંસ્થાના પ્રમુખની ટર્મ પુરી થતી હોવાથી આ સાધારણ સભા દરમિયાન સર્વાનુમતે રઘુવીરસિંહ કે.ઝાલા (ખીજડિયા) ની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. મોરબીના લખધીરવાસ ખાતે આવેલા મયુર સ્મૃતિ રાજપૂત ક્ષત્રિય સમાજ ભવનમાં રાજપૂત સમાજની સાધારણ સભા યોજાઈ હતી. આ સભામાં બહોળી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતાં. તમામ જ્ઞાતિજનોને પ્રમુખ મહેન્દ્રસિંહ ઝાલાએ આવકાર્યા હતા. બાદમાં મહામંત્રી મહાવીરસિંહ જાડેજાએ બે વર્ષના હિસાબો રજૂ કર્યા હતા. રાજપૂત સમાજના પ્રમુખની બે વર્ષની ટર્મ પૂર્ણ થતી હોવાથી સર્વ સંમતિથી નવા પ્રમુખ તરીકેરઘુવીરસિંહ કે. ઝાલા (ખીજડિયા)ની વરણી કરવામાં આવી હતી. બાદમાં અગ્રણીઓએ નવા વરાયેલા પ્રમુખને ફુલહારથી અભિનંદન પાઠવ્યા હતા.