મોરબી : મોરબી નજીક વિરપર ગામ પાસે બાની વાડી નજીક આજે સવારે મોરબી સાજકોટ વચ્ચે દોડતી એક ઇન્ટરસિટી બસ પસાર થઈ રહી હતી.તે સમયે અચાનક આ ઇન્ટરસિટી બસના કાચ ફૂટયા હતા,આથી બસમાં બેઠેલા મુસાફરો હેરાન પરેશાન થયા હતા,જોકે આ બનવમાં સદભાગ્યે કોઈને ઇજા પહોંચી નથી.જોકે આ ઇન્ટરસિટી બસના કાચ ફૂટવાની ચોક્કસ કારણ જાણવા મળ્યું ન હતું.પરંતુ સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ બસના કાચ કોઈએ તોડ્યા નથી પરંતુ કદાચ કોઈ બમ્પ આવતા બસની આગળના ભાગના કાચ તૂટ્યા હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાય રહ્યું છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en