તંત્ર અને નેતાઓની નિષ્ક્રિયતાથી ઉદ્યોગકારોમાં રોષ, થોડી જ વારમાં જાતે જ ચક્કાજામ ખોલી નખાતા અચરજટંકારા (મોરબી અપડેટ): મોરબી-રાજકોટ હાઈવેની અત્યંત ખરાબ હાલત અને રસ્તા પર પડેલા મસમોટા ખાડાઓથી કંટાળીને ઉદ્યોગકારોએ લજાઈ ચોકડી પાસે આજે સવારે રસ્તા રોકો આંદોલન કરી ચક્કાજામ કર્યો હતો. જોકે, થોડી જ વારમાં ઉદ્યોગકારોએ જાતે જ આ ચક્કાજામ ખોલી નાખતા અચરજ સર્જાયું હતું. મોરબીથી ટંકારા વચ્ચેના હાઈવે પર ઠેર-ઠેર મસમોટા ગાબડાઓ પડી ગયા છે. આખો રોડ મગરની પીઠ માફક બની જતા વાહનચાલકો અને રાહદારીઓ ત્રાહિમામ પોકારી ગયા છે. હાઇવે પરના ખાડાઓને પગલે લોકો અને ઉદ્યોગકારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રસ્તાના સમારકામ મુદ્દે રાજકોટ માર્ગ અને મકાન વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. આ વિભાગના અધિકારીઓ કલેકટર, ધારાસભ્ય કે મુખ્યમંત્રીને પણ ગાંઠતા ન હોવાનો ઘાટ સર્જાયો છે. આજદિન સુધી લોકો દ્વારા અનેક વખત લેખિત ફરિયાદો અને રજૂઆતો કરવામાં આવી હોવા છતાં, તંત્રના કોઈ અધિકારીએ જવાબ દેવાની કે સંકલન કરવાની તસ્દી લીધી નથી.જમીની વાસ્તવિકતા સાવ વિપરીત હોવા છતાં કાર્યપાલક ઈજનેર દ્વારા કાગળ પર બધું 'સબ સલામત' હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. લોકોનો રોષ સતત ભભૂકી રહ્યો છે ત્યારે હવે એક જ મોટો સવાલ ઊભો થયો છે કે આ બિસ્માર હાઇવેનું કામ આખરે કરશે કોણ અને ક્યારે?#Morbi #MorbiUpdate #MorbiRajkotHighway #LajaiChokdi #Chakkajam #RoadSafety #Tankara #GujaratNews