હાઈવે પર ડામરનું નામોનિશાન ન હોવાથી સતત અકસ્માતોનો ભય, ભ્રષ્ટ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માંગટંકારા (મોરબી અપડેટ): મોરબી-રાજકોટ હાઈવેની હાલત અત્યંત બિસ્માર બની ગઈ છે. આ મામલે ટંકારા તાલુકાના વિરપર (મચ્છુ) ગ્રામ પંચાયતના સરપંચ મહેશભાઈ લવજીભાઈ લીખીયાએ તાજેતરમાં મોરબી જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે.રજૂઆતમાં જણાવ્યા મુજબ, હાલ મોરબી-રાજકોટ હાઈવે ઉપર મોટા ખાડા પડી ગયેલ છે અને રોડ ઉપર ડામરનું કોઈ અસ્તિત્વ જ રહેલ નથી. આ ખાડાઓને લીધે વારંવાર અકસ્માતોના બનાવ બને છે. આ મુદ્દે તાલુકા સંકલનમાં પણ અનેક વાર રજૂઆતો કરેલ છે છતાં કોઈ જ નિકાલ આવેલ નથી.વધુમાં સરપંચે જણાવ્યું છે કે, આ રોડ નિર્માણ થયો ત્યારથી આજ સુધીમાં ક્યારેય સરળ રીતે જનતાને ઉપયોગી થાય તેવો બન્યો જ નથી. ગ્રામજનોમાં એવી માંગ ઉઠી છે કે આ રોડના નિર્માણમાં જે કોઈ અધિકારી કે કોન્ટ્રાક્ટરની બેદરકારી હોય તેમના સામે યોગ્ય તપાસ કરીને કડક પગલાં લેવામાં આવે. જનતાના પૈસાનો આવો ખોટો દુરુપયોગ ન થાય અને સત્વરે આ પ્રશ્નનો નિકાલ આવે તેવી માંગ કરવામાં આવી છે.#Morbi #RajkotHighway #MorbiUpdate #Tankara #VirparMachchhu #GujaratNews #RoadSafety #CollectorMorbi