જૂનો રોડ તોડયા વગર નવો રોડ બનાવી નાખતા સીપેજને કારણે ઠેક ઠેકાણે રોડ તૂટી જતા ડિવાઈડર વચ્ચે રોડ તોડવા પડ્યા મોરબી : મોરબી -રાજકોટ ફોર લેઈન રોડના લોકાર્પણ પહેલા જ ઠેક ઠેકાણે મસમોટા ગાબડાં પડી જતા કોન્ટ્રાકટર, કન્સલ્ટન્ટ તેમજ માર્ગ અને મકાન વિભાગ રાજકોટની ઘોર બેદરકારી બહાર આવી છે ત્યારે આ કોન્ટ્રાક્ટરને હવે રહી રહીને ડહાપણ દાઢ ફૂટી હોય તેમ રોડના ડિવાઈડર વચ્ચેના ભાગને તોડી સીપેજનાં કારણે પડી રહેલા ખાડાની સમસ્યાનો ઉકેલ લાવવા પ્રયાસ કર્યો છે. નેશનલ હાઇવે, સ્ટેટ હાઇવે કે પછી કોઈપણ ગ્રામ્ય માર્ગ બનતા હોય ત્યારે માર્ગ બનાવતા પૂર્વે ઇજનેર અને કન્સલ્ટન્ટ દ્વારા આ માર્ગ ઉપર જળ ભરાવ એટલે કે પાણી ભરાઈ જવાની સમસ્યાથી લઈને ચોમાસા દ્વારા રોડના કોઈપણ હિસ્સામા પાણીના સીપેજને કેન્દ્રમાં રાખવામાં આવે છે. પરંતુ રાજકોટથી મોરબી વચ્ચે ફોરલેઇન હાઇવે બનીને તૈયાર થઇ જવા છતાં માર્ગ અને મકાન વિભાગના ઈજનેર, કન્સલ્ટન્ટ કે કોન્ટ્રાકટર દ્વારા સીપેજ એટલે કે જળ રિસાવની સમસ્યાની અનદેખી કરવામાં આવતા મોરબીથી ટંકારા સુધીમાં ઠેર-ઠેર મસમોટા ગાબડાં પડી જવા પામ્યા છે. બીજી તરફ રોડ બન્યાના એકાદ વર્ષમાં જ તકલાદી મટીરીયલ અને સીપેજનાં કારણે ઠેરઠેર ગાબડાં પાડવા લગતા અંતે આ મામલે રોડ બનાવવાના કુશળ સરકારી ઈજનેર દ્વારા માર્ગ અને મકાન વિભાગ રાજકોટ તેમજ કોન્ટ્રાક્ટરનું ધ્યાન દોરીને સીપેજ સમસ્યાનો ઉકેલ લાવવા સૂચન કર્યું હતું અને કોન્ટ્રાક્ટરને પણ રહી રહીને આ વાતની સાંજ પડતા હાલમાં મોરબી વીરપરથી લઈ ટંકારા સુધી રોડના ડિવાઇડરમાં વચ્ચે ભારત વરસાદી પાણી જમીનમાં ઉતરી જાય તે માટે ડિવાઇડરમાં વચ્ચે ખોદકામ કરી કરેલી ભુલને સુધારવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે મોરબી રાજકોટ ફોરલેન રોડના કામમાં જૂના રોડ ઉપર સીધું જ ફોરલેઇનનું કામ કરી નાખયું છે પરિણામે રોડની મધ્યરેખામાં પાકો રોડ આવી જતા ડિવાઈડર વચ્ચે ભરાતા વરસાદી પાણી સીધા જમીનમાં ઉતરવાને બદલે રોડનો સાંધો જે જગ્યાએ આવે તે તરફ આગળ વધતા હોય ઠેર ઠેર ખાડા પડી જવાની સમસ્યા સર્જાતી હોવાનું ઇજનેરી આલમ જણાવી રહ્યો છે. જો કે હાલમાં રોડ કોન્ટ્રાક્ટરને ડહાપણ આવ્યું હોય તેમ ભૂલ સુધારવા રાજકોટ મોરબી વચ્ચે અનેક જગ્યાએ ખોદકામ કરવાની ફરજ પડી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..