ટંકારા : મોરબી-રાજકોટ હાઇવે ઉપર ટંકારા નજીક આવેલ પેટ્રોલ પંપ પાસે કાર ચાલકે બાઇકને ટક્કર મારતા સર્જાયેલા અકસ્માતમાં ગંભીર ઇજા થવાથી બાઈકચાલકનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.આ અકસ્માતના બનાવની ટંકારા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અકસ્માતના બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારા તાલુકાના હદમતીયા ગામે રહેતા મુકેશભાઈ તળશીભાઈ સગર (ઉ.વ.45) આજે બપોરના સમયે પોતાના જી.જે.03 સી.પી.7311 નંબરના મોટર સાયકલ ઉપર કોઈ કામ સબબ મોરબી-રાજકોટ હાઇવે ઉપર પસાર થઈ રહ્યા હતા.ત્યારે મોરબી રાજકોટ હાઇવે ઉપર ટંકારા નજીક પેટ્રોલ પંપ પાસે પુરપાટ ઝડલે આવતા કાર ચાલકે બાઈકને હડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં ગંભીર ઇજા થવાથી બાઈક ચાલક મુકેશભાઈ તળશીભાઈ સગરનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.આથી મૃતકને ટંકારા સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા.આ અકસ્માત સર્જીને કાર ચાલક નાસી છૂટ્યો હતો. આ બનાવની જાણ થતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.