મોરબી : મૂળ વવાણીયા હાલ મોરબી નિવાસી ઔદીચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ રાજેશભાઈ હિંમતલાલ પંડ્યા ( ઉં. વ. 56) તે મનોજભાઇ (બ્રહ્મસમાજના પૂર્વ પ્રમુખ), પંકજભાઇ અને પરેશભાઈના ભાઈ, ઉર્વશી અને દેવાંશના પિતા તેમજ ડો. હિમશીખા, વિશાખા, યશવી અને પ્રિયાંશના કાકા, અને વસંતરાય રાવલ (રાજકોટ)ના જમાઈનું આજે તા. 11 જુલાઈના રોજ અવસાન થયું છે. સદગતની સ્મશાન યાત્રા આવતીકાલે શનિવારે સવારે 7:30 કલાકે તેમના નિવાસસ્થાન આનંદ નગર, શનાળા બાયપાસથી નીકળી પંચાસર ચોકડી સ્મશાન ગૃહે જશે.