જિલ્લામાં માળીયા સિવાય સાર્વત્રિક મેઘમહેર મોરબી : ઓણસાલ માંગ્યા મેઘ વરસી રહ્યા છે ત્યારે ગઈકાલે સવારે 6 વાગ્યાથી આજે સવારે છ વાગ્યા સુધીમાં મોરબી જિલ્લામાં માળીયા સિવાય સાર્વત્રિક મેઘમહેર થઈ છે. જેમાં મોરબી શહેર ઉપર મેઘરાજા મનમૂકીને વરસતા છેલ્લા 24 કલાકમાં 121 મીમી એટલે કે પોણા પાંચ ઈંચ વરસાદ વરસ્યો હતો. મોરબી જિલ્લા ફ્લડ કંટ્રોલરૂમના સતાવાર આંકડા મુજબ મોરબી જિલ્લામાં રવિવારે સવારે છ વાગ્યાથી સોમવારે સવારના 6 વાગ્યા સુધીના છેલ્લા કલાક દરમિયાન મોરબીમાં 121 મીમી, માળિયામાં 1 મીમી, ટંકારા 41 મીમી, વાંકાનેર 23 મીમી અને હળવદમાં 42 મીમી વરસાદ વરસ્યો હતો.