રાહુલ ગાંધીની મુલાકાત પૂર્વે કાંગ્રેસ ચેતનવંતી : મીટીંગોનો ધમધમાટ મોરબી : આગામી દિવસોમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસ દરમિયાન મોરબીની મુલાકાતે આવી રહ્યા છે. અને તેઓ મોરબી ખાતે જાહેર સભાને પણ સંબોધશે તેવી માહિતી મળી રહી છે જોકે હજુ આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જાણવા મળતી વિગતો મુજબ આગામી ૨૩ તારીખની આસપાસ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે જે અનુસંધાને તેઓ મોરબીની મુલાકાત લેનાર હોવાનું જાણવા મળ્યું છે. દરમિયાન મોરબી જીલ્લા યુથ કોંગ્રેસ દ્વારા મોરબી સર્કીટહાઉસ ખાતે આગામી દિવસોમાં મોરબી ખાતે યોજાનાર કોંગ્રેસ ઉપાધ્યક્ષ માનનીય રાહુલ ગાંધીનાં મોરબી પ્રવાસની તૈયારી નાં ભાગ રુપે એક મીટીંગ યોજાઈ હતી. જે અંગે યુથ કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધીના મોરબી પ્રવાસની તૈયારી અને તેમના આગમને સમયે વિશાલ બાઈક રેલીનાં આયોજન અંગે મિટિંગમાં ચર્ચા કરી હતી. જેમા મોરબી જીલ્લા આઈ.ટી.સેલ પ્રમુખ જીલ્લા એન.એસ.યુ.આઈ પ્રમુખ સહીત નાં તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.અને રાહુલ ગાંધીની સભાને સફળ બનાવવા અત્યારથી જ તમામ કાર્યકર્તાઓને કામે લાગી જવા આહવાન કરાયું હતું. [gallery size='large' td_select_gallery_slide='slide' ids='10749,10747,10748']