રિસામણે બેઠેલી પત્નીને પરત આવવા ન દેતા જમાઈએ આ કારસ્તાન કર્યું , બાદમાં ઠપકો દેવા આવેલા સાળાને લમધાર્યો મોરબી : મોરબીમાં રહેતા સાસુના ફોટા કોઈ પુરુષનો ફોટો એડિટ કરી જમાઈએ સોશ્યલ મીડિયામાં વાઇરલ કર્યો હતો. બાદમાં આ અંગે સાળાએ ઠપકો આપતા તેને માર મારવા તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે જમાઈની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે. મોરબીના લાયન્સનગરમાં રહેતી એક મહિલાના ફોટા અન્ય એક પુરુષનો ફોટો સોફટવેરની મદદથી મીક્સઅપ કર્યો હતો આ ફોટો વાયરલ કર્યો હતો આ કારસ્તાન કરનાર અન્ય કોઈ નહિ પણ તેના જમાઈ હોવાનું સામે આવ્યું હતું. શખ્સે સાસુને બદનામ કરવાના ઈરાદે સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યા હતા તેમજ તેના સાડાને પણ માર મારવા તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ અંગે બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોધી જમાઈને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે બનાવની પોલીસ સ્ટેશનમાંથી મળતી વિગત મુજબ મોરબીના લાયન્સનગરમાં રહેતા અમીનાબેન ફરીદભાઇ સુમરા નામની મહિલાની પુત્રીના લગ્ન મૂળ રાજકોટના થોરાળાના વતની અને લાખાબાવળ ગામે રહેતા મોસીન રીઝવાન ખામરોનીયા સાથે થયા હતા સંતાનમાં એક પુત્રી પણ હોય જોકે થોડા સમય પહેલા પતી પત્ની વચ્ચે ઝઘડો થતા પત્ની પુત્રી સાથે રિસામણે આવી ગઈ હતી જેથી પત્ની ઘરે પરત ન આવતા મોસીન ઉશ્કેરાઈ ગયો હતોં અને પોતાની સાસુના ફોટા સાથે અન્ય કોઈ પુરુષનો ફોટો લગાવી શોશ્યલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો જેથી આં અંગે આરોપીના સાળાએ ઠપકો આપતા તેને માર માર મારવા તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી બનાવ અંગે સાસુએ જમાઈ વિરુધ બી ડીવીઝન પોલીસે સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી જે અંગેવધુ તપાસ પીએસઆઈ મલેક ચલાવી રહ્યા છે