મોરબી : મોરબીમાં લાયન્સ કલબ દ્વારા રાહતદરે ફુલસકેપ ચોપડાના વિતરણનું આયોજમ કરવામાં આવ્યું હતું.જેમાં આશરે 3 હજાર જેટલા લોકોને 15 હજાર જેટલા ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. નવું શૈક્ષણિક વર્ષ શરૂ થયું હોય આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને અભ્યાસમાં મદદરૂપ થવા માટે લાયન્સ કલબ ઓફ મોરબી નઝરબાગ તથા લીઓ કલબ ઓફ નઝરબાગ મોરબી દ્વારા આજે પી.જી.પટેલ કોલેજ , મહેશ હોટલ પાસે શનાળા રોડ મોરબી ખાતે દરેક વિદ્યાર્થીઓ માટે રાહતદરે નોટબુક ચોપડા વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં રાહતદરે ચોપડા વિતરણનો લાભ લેવા માટે લોકોએ ભારે ઘસારો કર્યો હતો અને આશરે 3 હજાર જેટલા લોકોને 15 હજાર ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમને સફળ બનાવવા ડો.રવિન્દ્ર ભટ્ટ, મનીષ મહેતા સહિતનાએ ભારે જહેમત ઉઠાવી હતી.