મોરબી : લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને મોટી સંખ્યામાં મત આપીને જંગી લીડથી જીતાડવા બદલ સમગ્ર મોરબી જિલ્લાના મતદારોનો જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારાએ આભાર માન્યો છે. મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારાએ જણાવ્યું છે કે 2019 સાંસદની ચૂંટણીમાં મોરબી જીલ્લાની ચારેય સાંસદની સીટોમાં ભવ્ય વિજય અપાવવા માટે નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરવા, ભારત દેશને વિશ્વગુરુ તરફ લઈ જવા, રાત-દિવસ જોયા વગર ભારતીય જનતા પાર્ટીના હોદેદારો તેમજ મોરબી જીલ્લાના કાર્યકર્તાઓ તેમજ મોરબી જીલ્લાના મતદારોનો કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા, સુરેન્દ્રનગરના સાંસદ ડૉ. મુંજપરા, રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારિયા તથા જામનગરના સાંસદ પુનમબેન માડમને જીત અપાવવા બદલ આભાર વ્યક્ત કરું છું.