મોરબી : તાલુકા પોલીસને મળેલી ચોક્કસ બાતમીને આધારે રફાળેશ્વર ગામ નજીકથી ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથેની એક ઇકો કારને ઝડપી પડાઈ હતી. મોરબી તાલુકા પો.મથકના પો.સબ.ઇન્સ. એમ.વી.પટેલ, એ.એસ.આઈ. મહિપતસિંહ જાડેજા, પો.હેડ.કોન્સ. નગીનદાસ નિમાવત, હિતેશભાઈ મકવાણા, કીર્તિસિંહ જાડેજા, ચંદ્રસિંહ પઢીયાર, દિવ્યરાજસિંહ જાડેજા સાહિતનાઓને ચોક્કસ બાતમી મળી હતી કે એક ઇકો કાર રફાળેશ્વર રોડ પરથી પસાર થવાની છે, જેમાં દારૂનો જથ્થો હેરફેર થઈ રહ્યો છે. આથી રફાળેશ્વર ગામ નજીક ખોડિયાર મંદિર સામે વોચ ગોઠવી પસાર થતી ઇકો કાર નંબર Gj 13 AB 3517 ને અટકાવીને તલાશી લેતા કારમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની એપિસોડ ક્લાસિક બ્રાન્ડની 120 બોટલ કિંમત રૂપિયા 36 હજાર મળી આવતા કાર ચાલક મહેશ ભીખુભાઇ ધાંધલ ઉં.વ.19, રહે. જાનીવડલા ગામ, તા.ચોટીલા, જી.સુરેન્દ્રનગર વાળાને 2 લાખની કિંમતની કાર અને 36 હજારનો દારૂ મળી કુલ 2.36 લાખના કુલ મુદ્દામાલ સાથે પકડી આરોપી સામે મોરબી તા.પો.સ્ટે.માં પ્રોહીબિશન એકટ મુજબનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274