મોરબી : મોરબીના સ્વ.કરશનભાઇ જેરાજભાઈ રંગપરિયાની પુણ્યતિથિ નિમિતે તેમના પરિવારજનો, પુત્રો અને પૌત્રો સરપંચ પ્રવિણભાઈ, નાગજીભાઈ, સંજયભાઈ, મુકેશભાઈ તથા અશોકભાઈ (સંચાલકશ્રી - તપોવન વિદ્યાલય,મોરબી) તરફથી શ્રી ઘુનડા (સ.) પ્રાથમિક શાળાની શાળા લાઈબ્રેરીને ભારતીય જિવન પદ્ધતિ અને શિક્ષણ વ્યવસ્થાની સમજ આપતા અદભૂત ગ્રંથો 'ભારતીય શિક્ષા ગ્રંથમાળા ભાગ ૧ થી ૫ ' અર્પણ કરી પ્રેરણાદાયી રીતે પુણ્યતિથિનો પ્રસંગ દીપાવ્યો હતો.