ઉભેલા ટ્રેલર નીચે સમારકામ કરતા ડ્રાયવરને મોત આંબી ગયું મોરબી: પોતાના ટ્રેલર ટ્રક હેઠળ ટ્રકનું સમારકામ કરતા પંજાબી ડ્રાયવરના ટ્રક સાથે અન્ય ટ્રક ટકરાતા માથામાં ગંભીર ઇજા થવાથી પંજાબ મોગાના રહેવાસી સરદારજી ડ્રાયવરનું મોત થયું હતું. રફાળેશ્વર જી.આઈ.ડી.સીમાં અરુણ ઓટો સ્પ્રીંગ કારખાનની સામે આવેલ શિવા રોડલાઇન્સના ગ્રાઉન્ડમાં પંજાબના મોગા જિલ્લાના રહેવાસી અમરજીતસિંગ હરિચરણસિંગ પોતાના ટોરસ ટ્રક નંબર PB03 Y 8665 હેઠળ સમારકામ કરી રહ્યા હતા.એ દરમ્યાન અન્ય ટ્રક નંબર RJ 02 GB 6496ના ડ્રાયવરે પોતાનો ટ્રક ગફલત ભરી રીતે ચલાવીને ઉભેલા ટોરસ ટ્રકને ટક્કર મારતા ટ્રક નીચે કામ કરી રહેલ અમરજીતસિંગનું માથાના ભાગે ગંભીર ઇજા થવાથી મોત નીપજ્યું હતું. રાજસ્થાન પાસિંગના ટ્રક ડ્રાયવર સામે મૃત્યુ પામનરના પુત્ર સતનામસિંગે ફરિયાદ નોંધાવતા મોરબી તા.પો.સ્ટેના હેડ.કોન્સ.એન. જે. નિમાવતે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en