ધોરણ ૧ થી કોલેજ કક્ષાના ૩૧૦ વિદ્યાર્થીઓનું સન્માન કરાયું મોરબી : મોરબી ગુર્જર પ્રજાપતિ સમાજ શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજયો હતો જેમાં સમાજના ૪ વિદ્યાર્થીઓને સરકારી નોકરી મળતાં તેમને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ શિક્ષણ સમિતિ મોરબી દ્વારા સમાજના ધોરણ ૧ થઈ કોલેજ કક્ષા સુધીના ૩૧૦ વિદ્યાર્થીઓનું સન્માન કરી ધોરણ 10,11,12ના તેજસ્વી તારલાઓને રનિંગ શિલ્ડ અને મોમેન્ટો આપવામાં આવ્યા હતા. આ તકે જ્ઞાતિના ચાર વિદ્યાર્થીઓને સરકારી નોકરી મળતા તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું જેમાં ધાર્મિષ્ઠાબેન હર્ષદભાઈ નગવાડિયા,મેહુલ દિલીપભાઈ ખોખર,કપિલ હિતેશભાઈ ગુર્જર અને રવિ અશોકભાઈ ટાંક ઉપરાંત જીપીએસસી પરીક્ષા પાસ કરનાર પરમાર સુશીલકુમારનું બહુમાન કરવામાં આવ્યું હતું. આ સન્માન સમારોહમાં ના.મામલતદારમાંથી મામલતદાર તરીકે પ્રમોશન મેળવનાર એચ.બી.સતાણીનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું આ તકે નિવૃત ન્યાયાધીશ એ.સી.પ્રજાપતિ દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણિક કીટ ભેટ આપવમાં આવી હતી. સમગ્ર આયોજનને સફળ બનાવવા હરેશભાઇ મછોયા,જય પ્રજાપતિ અને અમિત મછોયા સહિતના અગ્રણીઓએ જહેમત ઉઠાવી હતી. [gallery size='large' td_select_gallery_slide='slide' ids='10098,10099,10100,10101,10102,10103']