મોરબી : રાજ્યમાં વિવિધ સરકારી વિભાગોમાં બદલીનો દોર ચાલી રહ્યો છે ત્યારે મોરબી જીલ્લામાં રઘુવંશી સમાજના પીએસઆઇ એચ.વી.સોમૈયાની નિયુક્તિ કરવામાં આવી છે ત્યારે મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે સંસ્થાના અગ્રણીઓ દ્વારા પીએસઆઇ એચ. વી. સોમૈયાનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગીરીશભાઇ ઘેલાણી, ભાવિનભાઈ ઘેલાણી, નેવિલભાઈ પંડિત, ચિરાગભાઈ રાચ્છ, જયંતભાઈ રાઘુરા, પારસભાઈ ચગ, તેજસભાઈ બારા, દીપકભાઈ પોપટ, સી.ડી.રામાવત, દિનેશભાઈ પારેખ, દિનેશભાઈ સોલંકી સહીતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હોવાનું જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિતભાઈ કક્કડની યાદીમાં જણાવાયું છે.