મોરબી : મોરબી સબ જેલમાં આજે કેદીઓને કોરોના વેકસીનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. મોરબી સબ જેલના અધિક્ષક એલ.વી. પરમાર તથા જનરલ સુબેદાર એ.આર.હાલપરાના માર્ગદર્શન હેઠળ અર્બન હેલ્થ સેન્ટર લીલાપર મોરબીની ટીમના અમીન સંધી, નરેશ ભડાનીયા, શિવગર્જના ડિંડોર દ્વારા હાલમાં વિશ્વવ્યાપી કોરોના (covid-19) વાયરસના નિયત્રંણના ભાગરૂપે જેલના રોજેદાર આરોપીઓને રોઝાની ઇફતારી બાદ કોવિશિલ્ડ વેક્સિનનો પ્રથમ ડોજ આપવામાં આવેલ હતો.