સ્પર્ધામાં ભાગ લેવા forms.gle/nWWgXo9mufUaRtqg9 લિંક પર ક્લિક કરી વિગત ભરવા અપીલ મોરબી : પ્રેસ મીડિયા એસોસિએશન મોરબી દ્વારા આગામી તારીખ 28 ડિસેમ્બર ને રવિવારના રોજ સવારે 10:00 કલાકે સરદારબાગ, શાનાળા રોડ મોરબી ખાતે 'મારા સપનાનું મોરબી' વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનમાં ધોરણ 6, 7 અને 8 (પ્રાથમિક) તેમજ ધો. 9 અને 10 (માધ્યમિક)માં અભ્યાસ કરતા બાળકો ભાગ લઈ શકશે. આ આયોજનનો મુખ્ય હેતુ મોરબી મહાનગરપાલિકા જ્યારે એક વર્ષ પૂર્ણ કરી બીજા વર્ષમાં પ્રવેશ કરી રહી છે ત્યારે આવનાર સમયમાં મોરબીનું ભવિષ્ય જેમના હાથોમાં છે તેવા બાળકો કઈ પ્રકારનું મોરબી ઇચ્છી રહ્યા છે તેને ઉજાગર કરવાનો છે.આ વકૃત્વ સ્પર્ધાનો વિષય રહેશે 'મારા સપનાનું મોરબી' જેમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપવામાં આવશે. તદુપરાંત પ્રાથમિક વિભાગ અને માધ્યમિક વિભાગમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમે આવનાર બાળકને પ્રમાણપત્ર સાથે શિલ્ડ અને ઇનામ પણ આપવામાં આવશે. મોરબી શહેરના ધો. 6 થી 10 સુધીના વિદ્યાર્થીઓ આ વકૃત્વ સ્પર્ધામાં ભાગ લઈ શકશે જેના માટે ઓનલાઇન નોંધણી કરવી ફરજિયાત છે. નોંધણી માટે forms.gle/nWWgXo9mufUaRtqg9 લીંક પર ક્લિક કરી વિગત ભરી શકાશે.