મોરબી : મોરબીના માળીયા(મી.) વિસ્તારમાં અછત જેવી પરિસ્થિતિને કારણે ખેડૂતો અને માલધારીઓના પશુઓને પીવાના પાણી તથા નિયમિત રાહતદરે ઘાસચારો અને પશુ નિભાવણી ખર્ચ પેટેની સહાય મળે તે માટે કોંગ્રેસ ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ મોરબીના કલેકટરને રજુઆત કરી છે. માળીયા(મી.) વિસ્તારમાં અછતની પરિસ્થિતિના કારણે ખેડૂતો તથા માલધારીઓના પશુઓ માટે પીવાનું પાણી તથા ઘાસચારાની પણ અછત સર્જાઈ રહી છે. માળીયા(મી.) તાલુકાના કુંતાસી ગામે મોકલવામાં આવેલો ઘાસચારાનો પુરવઠો અપૂરતો છે. 185 જેટલા પાસ હોલ્ડરની સામે માત્ર 100 જેટલા પાસ હોલ્ડરોની જ જરૂરિયાત સંતોષી શકાઈ છે. તો બાકીના માલધારીઓની જરૂરિયાત સંતોષાય તે પણ જરૂરી છે. આ સાથે માળીયા(મી.)ના આસપાસના ગામો જેવાકે કાજરડા, હંજિયાસર, હરીપર, ખીરઈ વગેરે ગામના પશુઓ માટે કાર્ડ ધારકોને સમયસર ઘાસ પુરવઠો મળતો રહે, તેવી રજુઆત તાલુકાના મામલતદારને પણ કરવામાં આવી છે. સાથોસાથ પશુઓ માટેની પાંજરાપોળ તથા ગૌશાળાઓને પણ પશુ નિભાવણીખર્ચ કે સહાય સમયસર મળતી રહે તેવી રજુઆત પણ કરવામાં આવી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne