મોરબી : મોરબી જિલ્લા ભાજપ કિસાન મોરચાના પૂર્વ ઉપપ્રમુખ અજય પટેલ ઝાલરીયા દ્વારા મુખ્યમંત્રી, ધારાસભ્ય, કલેક્ટર અને પાલિકા કમિશનરને આવેદનપત્ર પાઠવી મોરબીના વોર્ડ નંબર ૧૩માં આવતા આલાપ સાયન્ટિફિક મેઈન રોડના નવીનીકરણ પહેલાં વિવિધ સમસ્યાઓનો ઉકેલ લાવવા માંગ કરવામાં આવી છે.આવેદનપત્રમાં જણાવ્યા મુજબ નીચેની મુખ્ય બાબતોને લઈને તંત્રને રજૂઆત કરવામાં આવી છે:- વર્ધમાન રેસીડેન્સીથી વિદ્યુત સ્મશાન સુધીના આલાપ સાયન્ટિફિક મેઈન રોડ પરનું ગેરકાયદેસર પાર્કિંગ અને દબાણો રોડના નવીનીકરણ પહેલાં તાત્કાલિક દૂર કરવામાં આવે.- આ રોડને ભવિષ્યમાં શક્ત સનાળાથી નેશનલ હાઈવે તાજપર ચોકડી સુધી ટાઉન પ્લાનિંગ અંતર્ગત મેઈન રોડ તરીકે વિકસાવવામાં આવે, જેથી મોરબીની ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ લાવી શકાય.- રોડના નિર્માણ પહેલાં ગટરના બોક્સ કેનાલ કટીંગનું કામ પૂર્ણ કરવામાં આવે, જેથી ચોમાસામાં સોસાયટીઓમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા યોગ્ય રીતે થઈ શકે.- અન્ય પબ્લિક ડેવલોપમેન્ટ વર્કસ (જેવા કે માઈક્રો અંડર કટીંગ કનેક્ટિંગ) નવો રોડ બન્યા પહેલા જ પૂરા કરી લેવા.- આ રોડ પર મોરબીનું મુખ્ય સ્મશાન આવેલું હોવાથી સનાતન ધર્મની સામાજિક અને સાંસ્કૃતિક લાગણીઓ દુભાય નહીં તે માટે આલાપ મેઈન રોડ ટચ કોર્નર પર કોઈપણ પ્રકારની નોનવેજ કે માંસ-મટન વેચાણની દુકાનો કે કેન્દ્રો ઊભા થવા દેવામાં ન આવે.#Morbi #MorbiUpdate #MorbiNews #AlaapRoad #EncroachmentFreeMorbi #MorbiNagarPalika #TrafficIssue #GujaratNews