હળવદના યુવાનને મોરબીના ઉંચીમાંડલમાં પારકી પરણેતર સાથે સબંધ રાખવા મામલે માર પડ્યો મોરબી : પ્રેમ હંમેશા આંધળો હોય છે.... પરંતુ આ આંધળો પ્રેમ કોઈ જોઈ જાય તો ભાગવું ભારે પડે અને ધોકા પણ ખાવા પડે, મોરબીના ઉંચી માંડલ ગામે આવાજ પ્રેમના કિસ્સામાં હળવદના પ્રતાપગઢના પ્રેમીએ ધરાઈ ધરાઈને માર ખાતા પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ દફતરેથી પ્રાપ્ત વિગતો મુજબ હળવદના પ્રતાપગઢ ગામે રહેતા મહેશભાઇ બાબુભાઇ મોરતરીયા, ઉવ. ૩૧ ધંધો ડ્રાઇવીંગ વાળને પારકી પરણેતર સાથે પ્રેમસંબંધ બંધાઈ જતા પ્રેમિકા કંચન ને મળવા મોરબીના ઉંચીમાંડલ ગામે આવી પહોંચ્યો હતો જ્યાં પ્રેમિકા કંચનનો દિયર દિલફેંક આશિકને પોતાની ભાભી સાથે જોઈ જતા આરોપી ભરત પ્રેમજીભાઇ થરેસા રે.ઉચી માંડલ તા.જી.મોરબી તથા બે અજાણ્યા માણસોએ મહેશને પ્લાસ્ટિકના ધોકા વડે મુંઢમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે પોલીસે હળવદના પ્રતાપગઢ ગામના મહેશ બાબુભાઇની ફરિયાદના આધારે ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. [caption id='attachment_38328' align='aligncenter' width='480'] stock vector marriage wedding proposal clipart cartoon stock vector shutterstock cartoon wedding proposal clipart stock vector shutterstock lover couple love marriage lover wedding[/caption]