મોરબી : મોરબી પ્રેમ પરિવાર દ્વારા ગુરૂ પ્રેમ મીશન અંતર્ગત 3 હજાર કિલો મીઠાઈનું વિતરણનું વૈશ્વિક આયોજન કરવામાં આવ્યું હતું. તેનાં ભાગરૂપે મોરબી પ્રેમ પરિવાર દ્વારા તપસ્વી રત્નો તેમજ અન્ય સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલા મહાનુભાવોનું સુમતિનાથ સંઘમાં નવકારશી કરાવ્યાં બાદ સન્માન કરી સંઘમાં મીઠાઈ વિતરણ કરવામાં આવ્યું હતું.